વૃક્ષ
વૃક્ષ


હતું એક ઘેઘુર ઘટાદાર વૃક્ષ રાહમાં,
હતાં હર શાખ પર માળાઓ પંખી તણા,
કલરવ કરતા મધુર સંગીત રેલાવતા,
રહેતા હરદમ વૃક્ષ ની છાવ પર,
રાહથી ગુજરતો હર એક રાહબર વૃક્ષની,
શીતળ છાંયડામાં ક્ષણ વાર પોળો ત્યાં લેતો,
અનાચક આવ્યો ત્યા એક કઠીયારો,
ને માર્યા કુહાડીનાં ઘા એ થડ પર,
પળ વાર ઢળી પડ્યુ એ ઘટાદાર વૃક્ષ,
અનેક માળાઓ થયા જમીનદોસ્ત,
ક્ષણ વારમાં પંખીનો કલરવ
કલબલાટમાં ફેરવાય ગયો,
વૃક્ષ તણો એ શીતળ છાંયડો છીનવાઈ ગયો,
થઈ ગયો ઉજ્જડ પટ એ શીતળ છાંયડો.