ખબર પડે
ખબર પડે
કોઈ પૂછે ગામને તો ખબર પડે
ખુશી થી જીવનાર આ ગામ ગરીબી નહીં દેખાડે ,
કોઈ પૂછે જમીનને તો ખબર પડે
કારણ કે ઉપરના જમીનનો હકદાર હું નથી ,
કોઈ પૂછે ઝાડને તો ખબર પડે
ખાલીદુખ દુવિધા માણસની નથી હોતી ,
કોઈ પૂછે નદીને તો ખબર પડે
કારણકે તે પણ ને અમે પણ મંજિલ શોધવા બેઠા ,
કોઈ પૂછે હવાને તો ખબર પડે
તારામાં કોરોના તો ભરેલો નથી ને !
કોઈ પૂછે રસ્તાને તો ખબર પડે
વાંકા ચુકા ને ગલીઓમાં ખોવાઈ જવાય છે ,
કોઈ પૂછે મીરા બાઈ ને તો ખબર પડે
ભક્તિ ખરેખર શું હોય છે? તે ખબર પડે
કોઈ પૂછે ખરતા પાનને તો ખબર પડે
કે પડી જઈએ તો કેવું દુખ થાય છે ?
કોઈ પૂછે બાળકોને તો ખબર પડે
અડધી જિંદગી પુરી થાય પછી ખબર પડે અંધારું ને અજવાળું
કોઈ પૂછે ક્યાં જાવ છો? તો ખબર પડે
એકલા એકલા જવાની મજા નથી આવતી
કોઈ પૂછે દરિયાના મોજાને તો ખબર પડે
તારો કિનારો ક્યાં? ખબર નથી પડતી
કોઈ પૂછે આજને તો ખબર પડે
કેમકે કાલ જેવું આજ ના થાય એટલે
કોઈ પૂછે સાંજ ને તો ખબર પડે
રોજેરોજનું છૂટું પડવું કોણે કહેવાય? ખબર નથી
કોઈ પૂછે મમ્મીની ચિંતાને તો ખબર પડે
બહારથી તો રોજેરોજનું તે જ રૂપ હોય છે
કોઈ પૂછે પપ્પાના કામને તો ખબર પડે
તે આવે ત્યારે બસ ચોંટી પડી રમવાનું ન હોય
કોઈ પૂછે ક્યારે આવવાના ? તો ખબર પડે
ત્યારે ખરેખર મજા આવે કે કોઈ યાદ તો કરે છે
કોઈ પૂછે હાલો તો ખબર પડે
બેસી બેસીને ખબર નથી પડતી કેટલું બેસવું?
કોઈ પૂછે હાલ તો ખબર પડે
થોડી ઘણી બીમારી એમાં જ મટી જાય છે
કોઈ પૂછે પ્રેમ વિશે તો ખબર પડે
અંતે દિલ તોડી એકલા એકલા નથી ફરવાનું ગમતું
કોઈ પૂછે પરણવા વિશે તો ખબર પડે
ખબર નથી પડતી પસંદગીમાં કે ઉમરમાં
અંતે
કોઈ પૂછે કેમ છો? તો ખબર પડે
હવે બરાબર...
