STORYMIRROR

'Sagar' Ramolia

Comedy

3  

'Sagar' Ramolia

Comedy

ખબર નથી

ખબર નથી

1 min
371

પરિણામ શું ? અખતરાને ખબર નથી,

દાઢી છોલાશે એ અસ્તરાને ખબર નથી,


માનવ બનીને પણ રહેતા બેધ્યાન,

કોનો દિ’ બગાડશે, કચરાને ખબર નથી,


વંટોળિયાએ આવી તેને ઊડાડ્યું ઊંચે,

કોની માથે પડશે, પતરાને ખબર નથી,


ઘાસ લીલું જોઈને મૂકી દોટ ઝડપથી,

જીવશે કે મરશે, બકરાને ખબર નથી,


કલા ડંખ મારવા લાગી ગઈ ‘સાગર’,

ક્યાં જઈ દબાશે, મગતરાને ખબર નથી.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy