ખાળી જાને શ્યામ
ખાળી જાને શ્યામ


જગમંદિરે વધ્યાં તમસ, ગાળી જાને શ્યામ !
ગીતા ગાને દીધેલાં વચન, પાળી જાને શ્યામ !
સગાં બન્યાં'તાં તારાય વેરી, કીધો'તો તેં નાશ,
ધૃણા ઘટાડી પ્રેમ પ્રવાહે, વાળી જાને શ્યામ !
ખોટી રીતિ તે ફગાવી, કીધી ગોવર્ધનપૂજા,
ધર્મમાં ધતિંગના ધુમ્મસ, બાળી જાને શ્યામ !
ધૃતરાષ્ટ્ર તો હજુય ઘણેરા, પુત્ર મોહે પીડાતા,
તનયા કેવી કૂખે મરે છે, ટાળી જાને શ્યામ !
રાધાજીનો શ્યામ સલૂણો, પ્રેમનું પ્રતીક,
પ્રેમના નામે વ્યભિચાર જગે, ખાળી જાને શ્યામ !