કેવી મજાની આ જલેબી
કેવી મજાની આ જલેબી
સૌને એ તો ભાવતી
ને મોમાં પાણી લાવતી
કેવી મજાની આ જલેબી
તેલમાં ગોળ-ગોળ ઘૂમતી
ને મહેક ઘરમાં ફેલાવતી
કેવી મજાની આ જલેબી
ફાફડા-ગાંઠિયાની સહેલી
ને ચાસણીમાં ડૂબેલી
કેવી મજાની આ જલેબી
નાસ્તાની એ તો મહારાણી
ને અલબેલી કેસરવરણી
કેવી મજાની આ જલેબી
એ તો ગોળ ગૂંચડાવાળી
ને પોચી-પોચી સુંવાળી
કેવી મજાની આ જલેબી
એ તો છે બહુ ગુણકારી
ને સ્વાદે મીઠી મધુરી
કેવી મજાની આ જલેબી
