STORYMIRROR

PADHARIYA DINESHKUMAR

Fantasy Others

4  

PADHARIYA DINESHKUMAR

Fantasy Others

કેવી છે કુદરતની કરામત

કેવી છે કુદરતની કરામત

1 min
267

કેવી છે કુદરતની કરામત,   

માનવ પણ કળી ન શક્યો, 

કુદરત સામે બન્યો લાચાર,  


સૂર્ય ઊગે છે કયાં અને આથમે છે કયાં,          

વાદળાં બની વરસાદ વરસે કેવી રીતે,          

માનવ મથે છે જાણવા કેવી રીતે આ થાય,        

કેવી છે કુદરતની કરામત,    

માનવ પણ કળી ન શક્યો,        


આભલામાં ટાંક્યા કેવા તારલાઓ,            

લબૂક ઝબૂક કેવા થાય,        

વગર ટેકે આભ ફરતું ચારેકોર,               

રાત પડે ને દિવસ થાય,    

અઠવાડિયા પખવાડિયા થાય, 

બાર મહિનાઓની સાથે,     

નવલું આ વર્ષ બદલાય,           

કેવી છે કુદરતની કરામત,   

માનવ પણ કળી ન શક્યો,


દસ દરવાજાવાળી કાયા બનાવી,

જીવરાજા નામે આતમ બેસાડી,

હાડ ચામડાથી તેને શણગારી,

કેવી છે કુદરતની કરામત,    

માનવ પણ કળી ન શક્યો.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy