વિવાહ
વિવાહ
બે પવિત્ર આત્માઓનું મિલન,
નવી દિશા શોધતું એમનું જીવન,
પવિત્ર અગ્નિદેવની સાક્ષીએ,
સમાજને વડીલોની સંમતિએ,
પરિણયના પંથે ચાલવા તૈયાર
સાથે કેટલા કોડ-ઉમંગતણા ભાર,
સુંદર હંસની જોડીસમ ભાસતું,
બંધન જાણે જન્મોજન્મ લાગતું,
વિવાહ બંધન પણ એક સંસ્કાર,
યુગલને આર્શીવાદની છે દરકાર,
તેમના સુખી નવજીવનની પ્રાર્થના,
આપ અને સૌની પાસે છે કામના.
