સ્વપ્ન
સ્વપ્ન
કેવાં કેવાં સ્વપ્ન મને સતાવે રે
જાગી જાઉં તો ખબર ના પડે
સ્વપ્ન જોતા જોતા સવાર પડે
કેટલાક સ્વપ્ન સારા વિચારોથી
આપણને આવતા હોય છે
દિવસ દરમિયાનની ઘટનાઓ
સ્વપ્ન જેમ દેખાતી હોય છે
શું સ્વપ્ન પણ સાચા પડતા હોય ?
દિવસ દરમિયાનની ઘટનાનું
એ પ્રતિબિંબ હોય છે ?
માનો તો હા છે ના માનો તો
એ પણ મનમાં આવતો સવાલ છે
કેટલાક સ્વપ્ન સાકાર કરવા
એ જિંદગીનો ગોલ હોય છે
વાસ્તવિકતા નજીકનું સ્વપ્ન જ
ક્યારેક સાચું પડતું હોય છે
