STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy Inspirational

મનની કૂખે જન્મી આ કવિતા

મનની કૂખે જન્મી આ કવિતા

1 min
159

મનની કૂખે જન્મ્યા શબ્દો,

આપ્યું કવિતા મે નામ એને,

હૃદયના ભાવોને વ્યક્ત કરે આ કવિતા,

વેદનાને વાચા આપે આ કવિતા,

ઉરની ઊર્મિ ઓને શબ્દોમાં ઢાળે, આ કવિતા,


નિત નવા વિચારો સમાજને આપે,

આ કવિતા,

કવિના અંતરની ઊર્મિ ને શબ્દોનો દેહ આપે એક કવિતા,

એક કવિનું માનસ સંતાન,

આ કવિતા,

આકાશનું ધરતી સાથે મિલન કરાવે,

આ કવિતા,

સ્વર્ગને પણ કાગળ પર ઉતરે,

આ કવિતા,


વગર વાહને માઈલોની સફર કરાવે,

આ કવિતા,

અણમોલ પ્રકૃતિના દીદારની ઝંખના જગાડે,

આ કવિતા,

સંવેદના ઓને જીવંત બનાવે

આ કવિતા,

કવિના હૃદયનો ઓટોગ્રાફ છે

આ કવિતા,


સાહિત્યના બાગમાં,

મોગરો બની મહેકે આ કવિતા,

બસ મારા હૈયે બરફ જેવી ઠંડક આપે આ કવિતા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy