અદ્રશ્ય શક્તિઓ
અદ્રશ્ય શક્તિઓ
જ્યાં જ્ઞાન અને વિજ્ઞાનની,
સીમાઓ થતી પૂરી,
ત્યાંથી પસાર થતી,
એક અદ્રશ્ય શક્તિની,
સીમા રેખા અજાણી,
એને કોઈએ જાણી,
કોઈએ વખાણી,
નરી નજરે દેખાય નહીં,
અવગણના પણ કરાય નહીં,
દાખલા કેટલા એવા બને,
જેની કલ્પના થઈ ન શકે,
વિશિષ્ટ શક્તિઓ વહારે આવે,
કામ લોકોના સંવારે,
ડૂબતાને ઉગારે,
પડેલાનો હાથ ઝાલે,
આ બધું જ અનુભવાવે,
પણ નજરે કોઈને ન આવે,
જે બને છે તે હકીકત છે,
માનવાવાળા માને છે,
ક્યારેક જાતે અનુભવે છે,
અને એવી શક્તિઓને
પોતાનું શીશ ઝૂકાવે છે.
