રાજા અને રજવાડા
રાજા અને રજવાડા
રાજ ગયા રજવાડા ગયા
આઝાદી પછી તો સાલિયાણા ગયા,
બસ યાદ રહે ન્યાયપ્રિય રાજા
એવા હવે ક્યાં ન્યાયમૂર્તિ થયા !
જમાનો પણ હતો વિક્રમ રાજાનો
હરિશ્ચંદ્ર જેવા સત્યવાદી રાજા થયા,
રાજા ગયા ને ધોળા હાથી થયા
જલસો કરનારા સાંસદો થયા,
સાલિયાણા ગયા તો ગયા
પણ સાંસદોના મોટા મોટા પેન્શન થયા,
ગરીબ તો બિચારો ગરીબ રહ્યો
તાગડધિન્ના કરતા નેતા થયા,
રાજા ગયા રજવાડા ગયા
નેતાઓના રજવાડા થયા.
