વિવાહ
વિવાહ
એકમેક સાથે એકસૂત્રે બંધાય
વિવાહ છે જીવનભરનો સાથ,
મનપસંદ સાથી પણ મળે
માતાપિતાની પસંદગી મળે,
જમાનો હતો વડીલોનું માનવાનું
વડીલો કહે ત્યાં વિવાહ થતાં,
એકબીજાને સમજીને
સંયુક્ત કુટુંબમાં જીવતાં,
સુખી તો એ દામ્પત્યજીવન છે
સંતોષ રાખો તો સફળ છે,
જમાનો પણ બદલાયો
પસંદગી અપની અપની,
મેરેજ ડોટ કોમ અવેલેબલ
જીવનસાથી સંમેલન યોજાય,
લવ મેરેજનો જમાનો છે
વિવાહ શબ્દ ભૂલાયો
મેરેજ શબ્દ પ્રચલિત થયો,
દરેકની સ્થિતિ અલગ અલગ
સફળતા તો સમજદારીમાં છે,
જીવનભરનો સાથ
એ જ વિવાહનું બંધન છે.
