પરગ્રહવાસી
પરગ્રહવાસી
એ ચાલો પરગ્રહની સફરે,
પરગ્રહવાસી માટે ભેટ
સોગાદ ખરીદીએ,
પરગ્રહની સફર મજાથી કરીએ.
એક હાથ એ મિલાવે
ને બીજો હાથ આપણે
આમ જ સબંધો ને મધુર બનાવીએ.
પરગ્રહવાસીને આવકાર આપીએ,
પરગ્રહ પર વાસી છે જીવ મજાના,
તેમની સાથે સંતાકુકડી રમીએ.
એક વાર દાવ આપણે લઈએ,
બીજો દાવ આપણે તેમને આપીએ,
આમ જ સબંધો મધુર બનાવીએ.
