જનમ જનમનાં સાથી
જનમ જનમનાં સાથી
પ્રિય, સપ્તપદીટાણે દીધાં કૉલ,
જનમ જનમ સંગાથનાં.
મૃત્યુ પછીનું જીવન,
કેવી સરસ કલ્પના !
જ્યારે તું પામશે નવું જીવન,
તારા જ માર્ગમાં ક્યાંક,
પામીશ મનેય નવા રૂપમાં.
આતુર હોઈશ હું પણ,
નવા દેહ થકી તને સત્કારવા !
નવું સાહસ ખેડવા
સંગે સિધાવશું આપણે !
રેલાશે ચોતરફ આ જીવન થકી,
આપણાં સત્કર્મોની સુવાસ,
બનીને સંભારણું.
પ્રિય, આપણે તો છીએ
જનમ જનમનાં સાથી !
