પતંગ અને દોરી જાણે દુલ્હા દુલ્હન
પતંગ અને દોરી જાણે દુલ્હા દુલ્હન
આજે તો પતંગનું એવું માન,
જેવું વરરાજાનું લગ્નના દિવસે માન,
આગલા દિવસે જેમ પીઠી માંડવો કરે એમ,
પતંગને પણ સજાવે,
જેમ લગ્નનાં દિવસે હોય જમણવાર,
એમ ઉત્તરાયણમાં પણ ઊંધિયાની જ્યાફત ઉડાવે,
જેમ લગ્નમાં મળે આમંત્રણ એમ,
ધાબે પતંગ ચગાવવાનું મળે આમંત્રણ,
આપે જેમ કન્યાને વિદાય એમ,
ધાબેથી પતંગને આપે ઉલાલીયો,
પતંગ ને દોરી જાણે દુલ્હા દુલ્હન,
આકાશે જાણે શાદીની રસમ થાય,
બીજી પતંગ સાથે દાવપેચ જાણે,
દુલ્હા દુલ્હનની કોડી રમવાની રસમ જેવું લાગે,
આકાશે જાણે દોરી પતંગનો સમૂહલગ્ન
આયોજન જેવું લાગે,
રંગબેરંગી ઘરચોળામાં દુલ્હન શોભે
એમ આકાશે પતંગ શોભે,
લોકો જાણે ખુશીની ચિચિયારીથી,
આ શાદીનો આનંદ માણે,
સૂર્ય દેવતા પણ એમાં સહકાર આપે,
જાણે દુલ્હા દુલ્હનને આશીર્વાદ આપે.
