સાહસ
સાહસ
હિંમતે મર્દા તો મદદે ખુદા
કહેવતોમાં પણ દમ છે,
સ્વપ્નો સાકાર કરવા માટે
સાહસ કરવું પડે છે,
સાહસ વગર સિદ્ધિ નથી
એને ખરી પાડવા પ્રયત્નો કરવા પડે છે,
દરેક પ્રયત્ને સફળતા મળતી નથી
પ્રયત્ને પ્રયત્ને હિંમત વધે છે,
ઉદાહરણ તો કરોળિયાનું ખબર હશે !
પ્રયત્નોથી સફળતા મળે છે,
પ્રથમ પ્રયાસે ચંદ્ર પર નથી પહોંચ્યા
પ્રયત્નશીલ રહેતા ચંદ્ર પર ડગલું ભર્યું છે,
જીવનમાં રોમાંચ આવે જો સાહસિક બનો
સાહસ વિના સિદ્ધિ નથી.
