વાટ
વાટ
સોનેરી ખીલેલી સંધ્યાની જેમ,
મેં જીવન મારૂં સમજાવ્યું છે,
તું જો મુજને સાથ આપે તો,
મારે પ્રેમનગર એક વસાવવું છે.
પ્રેમની જ્યોત દિલમાં પ્રગટાવીને,
નફરતનું અંધારૂ દૂર કરવું છે,
દિલની ધડકનનો તાલ મેળવીને,
મારે પ્રેમની શરણાઈ વગાડવી છે.
કોયલ જેવો ટહૂકો સાંભળીને,
પ્રેમનો મધુર તરાનો ગાવો છે,
મેઘ મલ્હારથી વરસાદ વરસાવી ને,
મારે પ્રેમની આગ બુઝાવવી છે.
એક બીજાના ઊંડા પ્રેમમાં ડૂબીને,
પ્રેમની સરિતાને વહાવી છે,
તારા પ્રેમમાં દિવાનો બનીને,
મારે દિલમાં તને વસાવવી છે.
આવી જા મારી પાસે વાલમ,
યુગો યુગોથી તારો ઈન્તજાર છે,
તારી સાથે નજર મેળવીને "મુરલી",
નજરના જામ છલકાવવા છે.

