કેવા આ ભેદ
કેવા આ ભેદ
પ્રેમ ને આકર્ષણમાં હોય ભેદ પાતળા,
એક છે પૂજા ને બીજી છે વાસના,
પ્રેમ કસ્તૂરી બની મહેકાવે જીવન,
આકર્ષણ ભ્રમર બની બહેકાવે મન,
પ્રેમ છે બે હૈયાઓનું મિલન
આકર્ષણથી ભ્રમિત થાય યૌવન,
આકર્ષણ ઓસરતા વિખૂટા પડે બે જણ,
પ્રેમ મળાવે વિખૂટા પડેલા બે મન,
પ્રેમથી બને જીવન સુંદર ઉપવન,
આકર્ષણનું મધુરજની સુધીનું જીવન,
પ્રશાંત, પ્રેમ નિર્મળ ને હોય પાવન,
જયારે આકર્ષણ ક્ષણભરનું ઉત્તેજન.
