Hurry up! before its gone. Grab the BESTSELLERS now.
Hurry up! before its gone. Grab the BESTSELLERS now.

Shaurya Parmar

Tragedy


3  

Shaurya Parmar

Tragedy


કેમ રે ?

કેમ રે ?

1 min 6.6K 1 min 6.6Kતારા સુખ અને દુઃખની

વહેંચણીનું માપ મને કે,


કોઈક મહેલ,

તો કોઈક ઝૂંપડીમાં

કેમ રે ?


કોઈને છપ્પન ભોગ,

તો કોઇ ભૂખ્યું,

કેમ રે ?


કોઈને લીનનના કપડા,

તો કોઈને થીંગડા,

કેમ રે ?


કોઈને ગાડી ને બાઈક,

તો કોઇ ચાલતું,

કેમ રે ?


કોઈને પંખા ને એ.સી.

તો કોઈને તડકો,

કેમ રે ?


કોઈને ગમતા રમકડાં,

તો કોઈને પથરા,

કેમ રે ?


કોઈને રૂપિયાના ઢગલા,

તો કોઇ ભિખારી,

કેમ રે ?


કોઈને મળતો જ્યાં પ્રેમ,

તો કોઈને નફરત,

કેમ રે ?


તારા સુખ અને દુઃખની

વહેંચણીનું માપ મને કે,


આવું કેમ રે ?Rate this content
Log in

More gujarati poem from Shaurya Parmar

Similar gujarati poem from Tragedy