કેમ કરે છે
કેમ કરે છે
એકલી સિટી કેમ ધ્રૂજયા કરે છે ?
મારામાં તો શ્વાસ ખૂટયા કરે છે
કોઈ વાતો હવામાં કર્યા કરે છે
પડછાયો અંધારામાં સંતાયા કરે છે,
હવાનું પતંગિયુ કેમ ઊડ્યા કરે છે ?
રાહ શોધવામાં ક્યાંક ભટક્યા કરે છે,
કોઈ હા કે ના બોલવામાં ભમ્યા કરે છે
પછી ક્યાંક તે અંતે શીખ્યા કરે છે,
થોડી મૂડીમાં માણસ ઊડ્યા કરે છે
તે પોતાનાં સગા વ્હાલાને ભૂલ્યા કરે છે
વિચારો ને વિચારોમાં ભટક્યા કરે છે
વજનવાળી આંગળી ઉઠાવ્યા કરે છે,
કોઈક સપનામાં ને સપનામાં ઊડ્યા કરે છે
મહેનત વગર ભગવાનને માંગ્યા કરે છે
અંતે તૂટી તૂટીને તે લટક્યા કરે છે
ક્યાંક ને ક્યાંક તે જાતે અનુભવ્યા કરે છે,
રાજદીપ શબ્દોને રોજ વીણ્યા કરે છે
કવિતાઓમાં ઉતરી સજ્યા કરે છે
વિચારોના પ્રવાહમાં ઊડ્યા કરે છે
ત્યારે રાજદીપ ઇફઝકાર બન્યા કરે છે.
