Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

4.6  

Vishvesh Jhala (ઉમંગ)

Tragedy

કેમ આવું થાય ?

કેમ આવું થાય ?

1 min
247

આ શું થવા બેઠું છે હવે, કશુંય ના સમજાય,

ઈશ્વર, તારી રચેલી દુનિયામાં કેમ આવું થાય ?

મુસીબતોથી ઘેરાયો માનવ, જડે નહીં ઉપાય,

શ્વાસ માટે વલખે છે એ, કેવી આફત સર્જાય !

દીદાર ના કરે અંતિમ વખત કે ના કરે એ સ્પર્શ,

આ માણસ હવે માણસને જ મળતાં અચકાય !

લૂંટાવે છે સઘળું ને ખર્ચી નાખે છે મરણમૂડી તોય,

માનવતા નેવે મૂકાઈ છે, તો કોણ કરે તેને સહાય !

ફરિયાદ પણ કરવી કોને, ક્યાં જઈને એ કહેવાય,

મંદિર પણ તારું બંધ, ને પ્રાર્થના પાછી ફરી જાય !

Rate this content
Log in

Similar gujarati poem from Tragedy