કચ્છ
કચ્છ


ધ્રૂજે ધરા ને એકાંતરે જ્યાં શેષનાગ છાશવારે ડોલે
બૃહત ભૂમિ ભાતીગળ કચ્છ કોઈ નથી એની તોલે,
ખેડવા દેશાવર કચ્છી માડુને ડાબા હાથનો ખેલ
કરી સત્કાર પીરસે છાશ અતિથિ સંગ માણે ગેલ,
લીલું સૂકું રહેવું વર્ષભર જિંદગી જાણે અલમસ્ત
કચ્છડો કાચબા આકારે રણમાં ટાઢતાપથી ત્રસ્ત,
ગર્દભ ઘુડખર ઘોરાડ ઊંટ રોજ નાચે મારે આંગણે
માણે મીઠું અન્ન જગ નીમક અગરિયાં ફદિયાં ગણે,
ધ્રૂજે ધરા ને એકાંતરે જ્યાં શેષનાગ છાશવારે ડોલે
ભુજીયે ડુંગર વળી બન્ની બીડમાં ચરતાં ધેનું બોલે.