કાશ
કાશ
વૈશાખી બળતી બપોરે,
આલીશાન એસી મોલનાં
પારદર્શક સ્ટોરમાંથી દેખાતાં,
પથ્થરનાં પૂતળાઓ પર શોભતાં,
રંગબેરંગી કપડાંને જોઈ,
દઝાડતી ફુટપાથ પર,
ઉઘાડા પગે અને
અડધા ઉઘાડા બાળકને,
ઉંચકીને ચાલતી,
ગરીબ, ચીંથરેહાલ મા,
ફાટેલા સાડલાથી,
બાળકને તાપમાં ઢાંકવાનો,
વ્યર્થ પ્રયત્ન કરતાં,
લાંબો નિસાસો નાખી,
મનોમન બબડી,
આનાં કરતાં..તો.....
પથરાં થયા હોત તોય સારું હતું !!
