કાન્હા
કાન્હા
મને બાળ રહેવું ગમે કા’ન
મને રાધા રહેવું ગમે કા’ન,
વગાડે વાંસળી સૂરે કા’ન
ભૂલાય સાન ભાન કા’ન,
મુગ્ધ સાંભળવું ગમે કા’ન
લઈ આવું પાથરણું કા’ન,
ચાંદો લાવે ચાંદરણું કા’ન
કુંજ ગલી ટહુકી કૂક કા’ન,
નભ રંગી કેસુડીયું કા’ન
રમવા રાસ બોલાવે કા’ન.

