STORYMIRROR

Arun Gondhali

Comedy

3  

Arun Gondhali

Comedy

કાન્હા તું જ કેમ

કાન્હા તું જ કેમ

1 min
342

ચાલ મન થોડોક બિન્દાસ્ત થઈ જાઉ,

નિવૃત્તિ પછી મદમસ્ત ચાલે ચાલી જોવું,


નથી બોસ હવે કોઈ,

તો ઘરનો બોસ મટી જાઉ,

જેણે જે કરવું હોય તે કરે,

સંસાર જાળમાંથી છૂટી જોવું,


સેડ સોંગ બહુ સાંભળ્યા,

હવે રેપના તાલે ઝૂમી જોવું,

દુનિયા જાય તેલ લેવા,

ઉલટી કેપ પહેરી જોવું,


સમયસર બહુ કામ કર્યું

હવે મારાં સમયે વિચરી જોવું,

વરસો યુનિફોર્મમાં ગયાં

લીબાસ હવે બદલી જોવું,


મિત્રોનું વોટ્સ ગ્રુપ બનાવી,

એમને બનાવી જોવું,

જૂની યાદોને તાજી કરી, 

નીત નવી પોલ ખોલતો રહું,


ત્રણ પેઢી જોઈ છે,

ચોથીને હલાવી જોવું,

ચશ્મા બહુ પહેર્યાં,

હવે લેન્સ લગાવી જોવું,


રસ્તે મળે એ 'કલ્પના' તો

આય લવ યુ કહી જોવું,

હશે દુઃખમાં તો એને

થોડુંક હસાવી જોવું,

એ મિસ ને વાતોથી કિલ કરી,

મિસ્કિલ થઈ જાવું,


'આગ' માં તો બહુ શેકાયો આજ સુધી,

સુખકોલ્ડ સ્ટોરેજમાં

બે ઘડી ઊભો રહી જોવું,

કાન્હા તું જ કેમ ? 

આજથી હું પણ નટખટ બની જાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Comedy