કાળની ઓળખાણ
કાળની ઓળખાણ
ભૂતકાળના ભણકારા કેમ વાગે ?
એ ભૂતને ભૂત સમજી ભૂલી જઈએ.
ભવિષ્યનું ભાવિ કોણે જાણ્યું ?
એ ભાવિના ભાવતાલ ન કરીએ.
વર્તમાન તો છે આ એકાદ ઘડીનો,
આ ક્ષણને ભેટ માની માણી લઈએ.
ભૂતકાળ યાદોની હારમાળ,
ભવિષ્ય સ્વપ્નોની સુંદર જાળ,
વર્તમાન તો જાગતો આજકાળ,
પહેલી જન્મી થવા ગઈકાલ,
બીજી આવી રહેલી આવતીકાલ,
બંને વચ્ચે માત્ર એક ઘડી શરમાળ,
બધા આવે બધા જાય,
કાળ આવે કાળ જાય,
કાળની ગતિ ન વર્તાય.
ભાવિનો કાળ ભૂતમાં પલટાય,
કાળની ગતિ કદાપિ ન બદલાય,
કેમ કરી કાળ નાસી જાય ?
કાળની ગતિ કેમ મંદ થાય ?
