STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

જ્યોતનો પાગલ તણખો

જ્યોતનો પાગલ તણખો

1 min
28.5K


આંખોથી પીગળતી તારી કુંવારી ખલીશો એક ખભો ઝંખે,

ને મારી આંખોની ઝંખનાના ઝરણા એક પાલવ કોરો ઝંખે.


તારા વહાલપની વાંસળીના સૂર સંગીતે હું ભૂલી ભાન,

એક પછી બીજી ધડકન મારી તુંજ સ્નેહની ખો ઝંખે.


એક બીજાનાં પડઘા બનીને પડઘાઈ રહ્યા સામસામે,

પ્રતિબિંબો પણ હવે પ્રેમ એકબીજાંના અંતરનો ઝંખે.


મારા શબ્દોની વચ્ચે ગુંજે તારી ખામોશીનો કલરવ,

બે શ્વાસ વચ્ચે મનખો મારો તુજ સ્પંદનનો રણકો ઝંખે.


મારી રૂહની "પરમ" સફરના હમસહર સમજી લે તું,

જિંદગી મારી તુજ જ્યોતનો એક"પાગલ" તણખો ઝંખે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational