STORYMIRROR

Jayprakash Santoki

Fantasy

4  

Jayprakash Santoki

Fantasy

જયના છપ્પા

જયના છપ્પા

1 min
376

મમ્મી એની પ્રકૃતિ ને કુદરત એનાં પપ્પા,

આખી દુનિયા ઘર છે એનું, સમજો ના આ ગપ્પા,


જંગલ આખું બાગ અને આ સૂરજ ઘરનો દીવો,

સમંદરના ગોળાનું જળ કૂવાના ગ્લાસે પીવો,


શો પીસ માટે રાખ્યા છે જો મોટા મોટા ડુંગર,

ને ઉપર લટકાવ્યાં છે આ તારલીયાના ઝુમર,


ઘરની અંદર શું શું છે તું સાંભળ એથી આગળ,

લહેર પવનની જાણે પંખો, પડદા છે આ વાદળ,


ચાંદો જાણે બાળક થઈને ખેલી રહયો થપ્પા,

આખી દુનિયા ઘર છે એનું, સમજો ના આ ગપ્પા,


પ્રાણી પક્ષી જીવ અને જંતુ છે એના ભાંડેળા,

દાદા શોધ્યા તો નીકળ્યાં છે વાનર સાથે છેડા,


સંપીને રહેતા તો જાણે સ્વર્ગ હતું આખું ઘર,

સ્વાર્થ ભરાયો મનમાં તેથી ઘર તૂટવાનો છે ડર,


ખુશ રહેવું છે બસ પોતાને કોઈની ક્યાં પડી છે,

તો માણસ તું આજ લખીલે પતનની આ ઘડી છે,


પ્રેમ કરુણા ગઈ તો જાણે ધાર વિનાના ચપ્પા,

આખી દુનિયા ઘર છે એનું, સમજો ના આ ગપ્પા,


ભાંડેળાનો ભાગ લૂંટીને ખુશ થવું છે તેને,

છે બીજાનો ભાગ છતાં પણ તે ખાવું છે તેને,


ખુશ રહેવું છે આ ઘરમાં તો સૌને સંપીને રહેવું,

થોડું-જાજું કષ્ટ પડે તો હસતા હસતા સહેવું,


ઝઘડા જો થાશે આ ઘરમાં, ઘર આ તૂટી જાશે,

સંપીને જીવીલે ભઈલા ગીત ખુશીના ગાશે,


ઘરનો માલિક માણસ, એના માટે લખ્યા છપ્પા,

આખી દુનિયા ઘર છે એનું, સમજો ના આ ગપ્પા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy