જય જય ગિરનારી
જય જય ગિરનારી


અલેક નિરંજન હાંક લગાવી,
ધૂણી ધખાવી અલગારી,
ગીરના ખોળે અઘોર બેઠા,
બોલો, જય જય ગિરનારી.
ભોળાનાથનું ધ્યાન ધરીને,
નાથ ગોરખને ગુરુ કરીને,
દત્તદિગંબર ચરણ પખાળી,
નમતા જેને નરનારી,
ગીરના ખોળે અઘોર બેઠા,
બોલો, જય જય ગિરનારી.
અંગે અંગે રાખ ચોળતા,
રુદ્રાક્ષની તો માળા જોડતા,
ફરતા માથે જટાધારી,
ગોરખની છે બલિહારી,
ગીરના ખોળે અઘોર બેઠા,
બોલો, જય જય ગિરનારી.
ભવનાથમાં ડૂબકી મારી,
શિવરાત્રીએ કરી સવારી,
મહાદેવમાં મસ્ત બનીને,
ચલમની કરતા ચિનગારી,
ગીરના ખોળે અઘોર બેઠા,
બોલો, જય જય ગિરનારી.