Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mehul Baxi

Classics

4.4  

Mehul Baxi

Classics

જીવતો ગયો

જીવતો ગયો

1 min
39


લખવાનો શોખ હતો મને,

જીવનની યાદો લખતો ગયો,

કલમ ઉઠાવી હાથમાં,

ને કાગળના પાનાઓ ભરતો ગયો.


શેહર, રસ્તા ગલીઓ,

ને ગામડાઓમાં ફરતો ગયો

કુદરતે કંડારેલી સુંદર રચનાને,

મનના કેમેરામાં ઉતારતો ગયો.


ઋતુઓ પણ કેટલી અનોખી છે દુનિયામાં,

દરેક ઋતુને હું માણતો ગયો.


સૌને પ્રેમ કર્યો ને સૌને આદર આપતો ગયો,

સ્વને છોડીને સ્વજન માટે જીવતો રહ્યો.


સફળતા ને નિષ્ફળતા,

ક્યારેક ચડતી તો ક્યારેક પડતી,

દરેકનો સ્વાદ હું ચાખતો ગયો.


સમજાતું ન હતું કઈ મને પણ,

સમય બધું સમજાવી ગયો.


જીવન તો એક રમત છે મિત્રો,

જેમ જીવાડ્યું એમ હું જીવતો ગયો.


લખવાનો શોખ હતો મને એટલે,

જીવન ની હર ક્ષણને લખતો ગયો,

અક્ષરો ખૂટી પડ્યા લખવા માટે,

તો પણ પાનાઓ ભરતો ગયો.


Rate this content
Log in