છાશ
છાશ


છાશ નથી કેવળ રંકનું દુગ્ધ આમ્લ પેય
વલોવ્યે વલોણે બને દહીંની મીઠી છાશ,
દૂધનો દાઝેલો છાશ પણ ફૂંકી ફૂંકી પીવે
કોઈ લેવા જાય છાશ પાછો સંતાડે દોણી,
દહીં ઘૂમે ઘમ્મર રવાઈ નીપજે માખણ
છાશમાં માખણ ગયે વહુ ફુવડ કહેવાય,
ભલે રહ્યું ઘરઘરાઉ છેલ્લું ઓસડ છાશ
ઘરે બેઠા છોકરાં છાશ ભેગા નહીં થાય,
વાંકે નસીબે ભૂખ્યો ને વળી ટાઢી છાશ
ભેંસ ભાગોળે છાશ છાગોળે ઘેર ધમાધમ,
મોળી વાતમાં મોણ તો થોડું નાખવું પડે
ગપ્પીદાસને છાશે પાણી ઉમેરવાની ટેવ,
છાશ નથી કેવળ રંકનું દુગ્ધ આમ્લ પેય
ભેગા ભેગી કરે કહેવતે ઘર ઘરની વાત.