STORYMIRROR

Vrajlal Sapovadia

Classics Children

4  

Vrajlal Sapovadia

Classics Children

માળો

માળો

1 min
24

મારો માળો, ખડ તણખલે, ઝાડ શાખા સુપેરે 

ઊંચી ડાળે, વગર ખરચે, જાત ખર્ચી સજાવું,


જોઈ જાણી, ગગન સરખે, ઊંચ વૃક્ષે ચણાવું 

કાચી પાકી, અમ ઘર મહીં, વાયુ બારી મૂકાવું,


સારી પેઠે, શકુન મળતાં, પ્રેમ ખોબે ભરીને 

મૂકી ઈંડા, જતન કરતાં, પંખી સેવે દિલેથી,


પ્રેમે પાળું, જણતર બધી, એક સાથે નિભાવું 

રાત્રે સૂતાં, દિવસ ચણતાં, ગીત ગાતાં મઝાનાં,


ટાણું આવ્યે, ઊડત શિખતાં, ધાન ચાંચે લઈને  

ઊડી ભાગ્યાં, વખત વખતે, કામ કાજે બચ્ચાઓ,


મારો માળો, ખડ તણખલે, ઝાડ શાખા સુપેરે 

ગૃહે શોભે, ખગ તરુવરે, ડાળ માળે લકીરે.


Rate this content
Log in

Similar gujarati poem from Classics