કહેવતમાં તેર
કહેવતમાં તેર


તેર બિચારો રોજ દ્વિધામાં
અભાગણો તે કહેવતે નાખ્યાં ધામાં,
એક સાંધે ત્યાં તેર તૂટે
અકર્મીનું નસીબ ફૂટે,
તારા જેવા તાંબિયાના તેર મળે
આવી સસ્તાઈ બધાને ફળે,
તાવડી તેર વાના માંગે
ના લાવે એનું ઘર ભાંગે,
બાર બાવા ને તેર ચોકા
ક્યા પક્ષમાં નથી આવાં મોકા ?
બાર હાથનું ચીભડું ને તેર હાથનું બી
મંત્રીમંડળની આ તો મોટી ખૂબી,
તીન બોલાયે તેર આયે, હૂઈ રામકી બાની
રામભગત એમ ભણે કે દે દાલ મેં પાની,
બાર કોહરાં ને તેર દરવાજા
એના વગર કેમ રે વાગે વાજાં,
નવ સાંધે તહાં તેર તૂટે
ગુજરાતીમાં તો એક જ તૂટે,
તેર બિચારો રોજ દ્વિધામાં
એટલે તો રહે છે કીધામાં.