ચશ્મા
ચશ્મા
ઉપ નેત્ર છું
નજરબંધી નહીં
દેખતા કરું,
ક્યાંક દ્રષ્ટિ
વધારવાનું કામ
ક્યાંક શોભા,
ઢાંકવી આંખ
લટકવાનું કાને
સાથે ભટકું,
ભલે ને સાદા
મોટામાં મોટી બ્રાન્ડ
ગાંધીના ચશ્મા,
દ્રસ્ટી સહાય
નજર સુધારણા
મુખ્ય કાર્ય,
કોઈને લાંબી
નજર કરી આપું
કોઈને ટૂંકી,
કોઈને મોટા
અક્ષર કરી આપું
કોઈને ટૂંકા,
બેતાળાં આવ્યે
વાંચવા લખવામાં
મદદગાર,
ઉપનેત્ર છું
નેત્રમણિ માનજો
છું દ્રષ્ટિ દાતા.