નદી હિરણ
નદી હિરણ
હિરણ હરણી, ઊડે દોડે ચાલે, મનભાવને
ડગર પગલી, સાસણે મૂકતાં, મગરી પરે,
સરિત સરિતા, સૌથી નાની ભલે, ઋત સોરઠે
ખળખળ વહે, પાકે પીવે ભવે, ધન ખેતરે,
સરલ સરતી, ઊંડી ખીણો ઘડી, સરિતા વહી
અમરત રસે, રૌદ્ર કેમે બની, પટ સાંકડું,
તરલ ઝરણે, આંબે મીઠાં મિષ્ટ, ફળ પોષતી
ધવલ જળથી, પાકે વાડી મહીં, મધ શેલડી,
વન વન ભમે, લંગુરોં મૃગલાં, સસલાં સખે
તવ જલ વતી, ડાલામથ્થા વસે, હરિ કેસરી,
મનહર સજી, લીલી તાજી રૂપે, વનરાઈથી
હિરણ હરતી, ઊછાળા મારતી, મન લોભતી.