ગીત
ગીત


શિવ શંભુભોળા તારી ધૂન લાગી,
ધૂન લાગી રે ધૂન લાગી,
શિવ શંભુભોળા તારી ધૂન લાગી.
ભોળાને ભજતાં ભક્તોના દુખ ભાંગે,
શરણે તારા આવી ભક્તો સુખ સમૃદ્ધિને પામે,
પ્રભુ તને ભજવા મનને લગની લાગી,
શિવ શંભુભોળા તારી ધૂન લાગી.
શિવ શંભુભોળા તારી ધૂન લાગી,
ધૂન લાગી રે ધૂન લાગી,
શિવ શંભુભોળા તારી ધૂન લાગી.
શ્રાવણ આવે ને મારૂ મનડું થનગન નાચે,
હર હર મહાદેવનો નાદ કેવો ઘર ઘર ગાજે,
તારું નામ લેતા જ અનેરી શક્તિ જાગી
શિવ શંભુભોળા તારી ધૂન લાગી.
શિવ શંભુભોળા તારી ધૂન લાગી,
ધૂન લાગી રે ધૂન લાગી,
શિવ શંભુભોળા તારી ધૂન લાગી.
ત્રિલોકના નાથ તારા પરચા અપરંપાર છે,
રામ સંગ હનુમાન બની ભક્તિની અનેરી વાત છે,
ભજવા હવે તને ભક્તોમાં થનગનાટ જાગી.
શિવ શંભુભોળા તારી ધૂન લાગી.
શિવ શંભુભોળા તારી ધૂન લાગી,
ધૂન લાગી રે ધૂન લાગી,
શિવ શંભુભોળા તારી ધૂન લાગી.