STORYMIRROR

Bhavik Dhamal

Romance Others

4  

Bhavik Dhamal

Romance Others

શ્યામ રાધા

શ્યામ રાધા

1 min
47

શ્યામ તારી વાટલડીયે, હું તો ઘેલી બની.

તારા પ્રેમમાં, હું તો બાવરી બની.


કરું મારું જીવન તારા નામે,

દિલમાં ધબકે તું શ્યામ નામે,

પામવા તને હું ગલી ગલી ઘૂમી,

શ્યામ તારી વાટલડીયે, હું તો ઘેલી બની. 


સંગ તારી જીવવા, હું પળ પળ મરું,

એક એક દિન ને, હું લાખ લાખ ગણું.

હવે તું જ મારું જીવન ને હું તારી હેલી બની,

શ્યામ તારી વાટલડીયે, હું તો ઘેલી બની.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance