ગાંધીજી
ગાંધીજી
1 min
102
જીવ્યો ભારત માટે થઈ અધીર,
મારો ગાંધી છે હિંદ કેરું હીર.
દુઃખીયારો દેશ હતો કારમી ગુલામી,
રંક કરે કાયમ ગોરાને સલામી,
હાથ ઝાલ્યો સૌનો થઈને વીર,
મારો ગાંધી છે હિંદ કેરું હીર.
ચંપારણ બારડોલી જપે એની માળા,
હાકલ કરે ત્યાં સૈા નીકળે પગપાળા,
જાણે ભગવા પહેરેલો ફકીર,
મારો ગાંધી છે હિંદ કેરું હીર.
દાંડી જઈ ચપટી મીઠા કેરી ભરતો,
ઘર ઘરમાં રેંટિયાના રૂપે અવતરતો,
એની આંખોમાં હેત ભર્યા નીર,
મારો ગાંધી છે હિંદ કેરું હીર.