અષાઢ
અષાઢ
સમી સાંજે ટોડલે ટહુકી ગેહૂક્યાં મોરલા
અષાઢે વાદળે છૂપાઈને સાંભળે તારલા,
ગર્જ્યું આભલું ઘડીક વીજ તણે ચમકારે
વર્સ્યું અનરાધાર અહર્નિશ ઝીણે ઝબકારે,
આરંભે રથયાત્રા કન્યા ઉજવે ગૌરીવ્રત
ગુરુપૂર્ણિમાએ સોમ ઉતરાર્ધ નક્ષત્ર રત,
સૂર્ય સ્થાને મિથુન રાશિ અષાઢે લપાતો
રાજી ક્ષેત્રપાલ મેઘલો મફત ખેત પાતો,
જોતર્યા ધોરીડા વાવણીયા અન્ન નાવણે
ચાતક તૃષા સંતૃપ્ત ને ધરા મેઘ ધાવણે,
તળાવે મેડકાં દેડકા ટેણિયા નાવણ કરે
પાણીયારી બેડલાં સજળ ભર્યા કૂવે તરે,
સમી સાંજે ટોડલે ટહુકી ગેહૂક્યાં મોરલા
અષાઢે વાદળે છૂપાઈને સાંભળે તારલા.
