STORYMIRROR

Vrajlal Sapovadia

Abstract Classics Children

4  

Vrajlal Sapovadia

Abstract Classics Children

વિદ્યા

વિદ્યા

1 min
30

જનેતા આપે છે, જીવનભરની, શીખ સહજે 

વિચારે વાણીથી, સમય સમજે, વેદ વચને,

 

કલા કાંડે રોજે, ઘર ઘર તણી, ચીજ નજરે 

વળી રાંધે મીઠાં, રસ તરસતાં, ભોજન ભરી,


સવારે બોલાવે, સરસ નિયમે, પાઠ જટિલે 

બપોરે પોઢાડે, બચપણ મહીં, વાત વિગતે,


કરાવે કામો તે, ગણિત ગણતાં, વેઢ ઉપરે 

બતાવે અંધારે, અગણિત ગણા, ચાંદ ઊજળાં,


પડોશી જો બાઝે, સમજણ થકી, તોડ કરતી 

અને ભાંડુ ભેગાં, નજર વરતી, દ્રાવ દુઝતી,


જનેતા આપે છે, જીવનભરની, શીખ સહજે 

સુણી વાતો જ્ઞાને, કરકસરની, ટેવ સમજી.  


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract