જય ચેહર માવડી
જય ચેહર માવડી
દીન જનોના દુઃખ હર્યા,
ધર્મ ભક્તિ કુળ પાવન કર્યા.
નાગર કુળમાં વસીયા આપ,
હરવા તન મનના પરિતાપ.
આધિ વ્યાધિ પળમાં દૂર થાય,
આખીર ચેહરમાં ના દર્શન થાય.
અનંત પરચા પૂર્યા જગે,
જેણે જાણ્યા એ નવ ડગે.
જેની જેવી ભાવના, જેવો ભાવ,
માવડી તેને તેવા થઈ દેખાવ.
નયન સમીપે રહેજો ચેહરમાં,
વાણીમાં વસજો સાક્ષાત ચેહરમાં...
