જવાબ તો આપ
જવાબ તો આપ
દૂર છે કોણ ? જવાબ તો આપ,
છે કેવો સવાલ ? જવાબ તો આપ !
અમાસની રાત કેમ ? જવાબ તો આપ,
ચાંદની કયાંથી હોય ? જવાબ તો આપ !
ઢેલ દૂર છે કેમ ? જવાબ તો આપ,
ટહુકો કેમ સંભળાય ? જવાબ તો આપ !
તું ઓઝલ છે કેમ ? જવાબ તો આપ,
સપનાં કેમ જોવાય ? જવાબ તો આપ !
અધૂરા કેમ રહ્યા ? જવાબ તો આપ,
પૂર્ણ કેમ થવાય ? જવાબ તો આપ !
હાથમાં હાથ નથી, કેમ ? જવાબ તો આપ,
આપણું ભાગ્ય કયાં ? જવાબ તો આપ !
પતંગ કેવી ચગી ? જવાબ તો આપ,
જિંદગી કપાય કેમ ? જવાબ તો આપ !
મીરા કેમ રીસાણી ? જવાબ તો આપ,
કૃષ્ણ કેમ મલકે ? જવાબ તો આપ !
