પ્રત્યક્ષ મળવાની અભિલાષા છે શું ફક્ત અમારી ?
તમને કેમ ના થઇ આ અભિલાષા જુઓ જરા વિચારી ?
ના કરો તુલના સંગેમરમર થી તમારી કાયાની,
એ તો છે નિર્જીવ પાષાણ, તું છે સદૈવ જીવંત મહેકતી આશાની,
સમજો નથી એ તાજમહેલ કઈં પ્રીત ની નિશાની,
પ્રીત તો પ્રગટે છે નિત્ય રાધા મંદિર માં રાધે કૃષ્ણ ની..