હોળી - રોમાન્સ
હોળી - રોમાન્સ
કેસુડાથી રંગુ કે ગુલાલથી રંગુ,
મનથી રંગુ કે તને તનથી રંગુ,
તુ જ બતાવ કે તને કેમ કરી રંગુ આ ફાગણીયા માસમાં..
દેહ તારું ભીંજવું તો આગ લાગી જાય,
મન તારું ભીંજવું તો મોહ લાગી જાય,
તુ જ બતાવ કે તને કેમ કરી ભીંજવું આ ફાગણીયા માસમાં..
ભાંગનો પ્યાલો લઉં તારા ગોરા હાથથી,
કે નશો કરું તારી કામણગારી આંખથી,
તુ જ બતાવ કે મારે કેમ કરી બહેકવું આ ફાગણીયા માસમાં..
તુ મને જકડીશ તારી મોહપાશમાં,
કે હું તને જકડું મારી બાહુપાશમાં,
તુ જ બતાવ કે પ્રેમ કેમ કરી થાય આ ફાગણીયા માસમાં..
કેસુડાથી રંગુ કે ગુલાલથી રંગુ,
મનથી રંગુ કે તને તનથી રંગુ,
તુ જ બતાવ કે તને કેમ કરી રંગુ આ ફાગણીયા માસમા..
સ્વરચિત - પ્રવીણ શ્રીવાસ્તવ
02 March 2026

