જોયા
જોયા
પ્રકૃતિ તારી વાત નિરાળી,
પ્રકૃતિ તારી સુંદરતા અનોખી,
વાદળીને મેં ઊડતા જોઈ,
માછલીને મેં તરતા જોઈ,
દેડકાને ડૂબકી લગાવતા જોઈ,
સમુદ્રને મેં ઘુઘવતા જોયો
કિનારા સાથે લડતા જોયો
ખારાશ સાથે જીવતા જોયા,
શંખલાને છુપાવતા જોયો,
વૃક્ષોને મેં રડતા જોયા,
મનુષ્યથી તો હારતા જોયા,
પાંદડાને મેં ખરતા જોયા,
પતંગિયાને ઊડતા જોયા,
કાચબાને મેં હસતા જોયા,
પથ્થરને મેં લડતા જોયા,
વૃક્ષોને મેં રડતા જોયા,
પંખીને મેં ગાતા જોયા,
ઝાડ સાથે બોલતાં જોયા,
માણસને મેં રડતા જોયા,
સંપ વિના રહેતા જોયા,
પથ્થરમાં મેં ઈશ્વર જોયા,
ભર ઉનાળે વરસાદ જોયા,
ધરતી આકાશના મિલન જોયા,
બાળકને મેં ડરતા જોયા,
પ્રકૃતિમાં મેં વિનાશ જોયા,
સ્વાર્થી દુનિયામાં સૌને એકલા જોયા.
