જોઈએ છે...કોઈ મળે તો કે'જો
જોઈએ છે...કોઈ મળે તો કે'જો
માણસથી માણસને જોડે,
એવો એક સેતુ બનાવવો છે...
નિકળતા અશ્રુને રોકવા,
એક જળાશય બનાવવો છે...
સંબંધોમાં પડતી તિરાડોને,
પૂરવા કારીગર બનાવવો છે...
મગજની સંવેદનાઓ માપે એવા,
યંત્રનો નિષ્ણાત બનાવવો છે...
માનવ શરીરમાં સ્ફુર્તિ ને ઉર્જા ભરે,
એવો એક પંપ બનાવવો છે...
દુઃખના કિનારેથી સુખના સાગરે જાય,
એવો ઓવરબ્રીજ બનાવવો છે...
સુખના ટેંડર ભરી શકે એવો,
માર્કેટીંગ ઓફિસર બનાવવો છે...
આ બઘું સરસ રીતે પાર પાડી શકે,
એના માટે સંચાલક બનાવવો છે...
ક્યાંક મળી જાય, બી.ઇ./ડિપ્લો.ઇન હાર્ટ એન્જીનીયર... તો કે'જો...
જગદીશના આ "જગત"નો
તેને એમ ડી બનાવવો છે.....
