જંગલનો મુશાયરો
જંગલનો મુશાયરો
જંગલની માંહ્ય ઓલી કોયલે ટહુકાની સાથે પોકારી ગઝલો.....
ને એમાં યોજાઈ ગ્યો મુશાયરો...
સિંહણે ગર્જનાની કીધી ગઝલ ને એમાં તો જોરદાર પડી ગઈ તાળી!
કોઈકે તીખી તમતમતી, કોઈકે પીરસી છે ગઝલો સુંવાળી...
કુકડાએ બાંગ દઈ ગાયું પ્રભાતિયું કે જાણે કંઈ જામ્યો છે ડાયરો...
જંગલની માંહ્ય ઓલી કોયલે ટહુકાની સાથે પોકારી ગઝલો.....
ને એમાં યોજાઈ ગ્યો મુશાયરો...
જીરાફે લાડુંનાં નામે કીધી કવિતા ને ત્યાં તો હાથીને અાવી ગ્યું પાણી!
મોરલાએ થનગનતો નાચ કરી મીઠી સંભળાળવી એની વાણી...
પાંદડું વગાડે છે મોરલી તો ઢોલક વગાડે છે વાયરો..
જંગલની માંહ્ય ઓલી કોયલે, ટહુકાની સાથે પોકારી ગઝલો.....
