STORYMIRROR

Dilip Ghaswala

Tragedy

4  

Dilip Ghaswala

Tragedy

જિંદગી

જિંદગી

1 min
251

મને તો જિંદગી દુઃખમાં બહુ ઝળહળતી લાગે છે,

નિરાશાઓ બધી રસ્તા મહી ટળવળતી લાગે છે,


નિશાના ઘોર અંધારે અને આ ભાંગતી રાતે,

હજી અવની ઉપર આશાની શમા બળતી લાગે,


સુણાવ્યું તે મને જે કાંઈ કથાનક એ નથી મારું,

મને એમાં બીજી કોઈ કહાણી ભળતી લાગે છે,


કળા જીવવાની જો ના આવડે તો જિંદગી આખી,  

શીતળતા સુખની પણ બપોર એક બળબળતી લાગે,


તમે જે કાઈ જુઓ છો બધું સાચું નથી હોતું,

ઘણી વેળા નજર ખુદની જ ખુદને છ્ળતી લાગે છે,


કબર ખોદી ફરી એકવાર મારી જોઈ લ્યો "દિલીપ",

કે એમાં જિંદગી થોડી હજુ સળવળતી લાગે છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy