STORYMIRROR

Chirag Padhya

Tragedy

4  

Chirag Padhya

Tragedy

જિંદગી

જિંદગી

1 min
333

જૂની સ્મરેલી યાદની, ઘટના તમે છોડી ગયા,

વીતી પળોની વાતના, પડઘા તમે છોડી ગયા.


ના પ્રેમ છે બસ વ્હેમ છે, સઘળું હતું જે એમ છે,

પાડયા હતા જે પ્યારના, પગલાં તમે છોડી ગયા.


લોકો કહે જે ના બન્યું, કોને કહું, હું શું કહું !

ચર્ચા નગરમાં રોજની, અફવા તમે છોડી ગયા.


હોઠે જ્યાં લુચ્ચું હાસ્ય છે, ભીતર કળી શકતો નથી,

રડમસ જગતમાં ક્યાં મને, હસવા તમે છોડી ગયા.


ના લાગણી, ખાલી હૃદય, દુષ્કાળ જાણે ભીતરે,

સૂકી નદીમાં હેત ક્યાં, ભરવા તમે છોડી ગયા.


મથતો રહ્યો કે છાંયડો શોધી શકું વૈશાખમાં,

ના છાંયડો આપી શક્યા, તડકા તમે છોડી ગયા.


શોધી રહ્યો હું જિંદગી નજદીક ભદ્રા મોત છે,

જીવી રહી આ લાશ ક્યાં મરવા તમે છોડી ગયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy