જિંદગી મૃત્યુ
જિંદગી મૃત્યુ
મૃત્યુએ તને મુક્ત કર્યો છે
જિંદગીમાં કેમ જકડાયો છે,
મન ભરીને માણી લે જિંદગી
કોની રાહમાં કેમ અટક્યો છે,
નિજાનંદ મસ્તીમાં ચાલ્યો જા ને
તું મારગથી કેમ ભટક્યો છે,
આવ્યો એકલો તું ધરતી પર
સૌની ચિંતામાં કેમ અટવાયો છે,
નહીં મળે હવે આ જિંદગી
તો હૃદયે તું કેમ ગુંચવાયો છે,
તારું આયુષ્ય તે જગત આયુષ્ય
વરસો ગણવામાં કેમ ગૂંથાયો છે,
નીરખી લે નીરખાય એટલું જગત
આંખોની ઉદાસીમાં કેમ ભેરવાયો છે,
હાથ ખુલ્લા રાખી
બાથ આકાશને ભરી લે,
મુક્ત કર્યો છે તને જેણે
ચાહે છે એ પણ આગોશ તારી,
ને અજેય તું અદબવાળી કેમ ઊભો છે.
